8 નવેમ્બર, 2026
દિવાળી
દીવડા, રંગોળી અને બેસતા વર્ષના મહેમાનો માટે મીઠાઈની ભરેલી ડીશ.
ગુજરાતમાં દિવાળી પછી તરત બેસતું વર્ષ આવે, એટલે મીઠાઈ એવી જોઈએ જે દિવસો સુધી મહેમાનગતિમાં સાથ આપે. DeshÉ ની દરેક મીઠાઈ જામનગરમાં ઘરે, નાની બેચમાં બને છે — તમારી દિવાળીની ડીશ અને ભેટના બોક્સ માટે.
દિવાળી માટે મીઠાઈ
નાનખટાઈ
મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી ઘીની નાનખટાઈ, જામનગરમાં તાજી શેકેલી.
થી શરૂ ₹220
4 ફ્લેવરપ્રોટીન બોલ
ખજૂર, સૂકો મેવો અને બીજ — હાથથી વાળેલા, ઉમેરેલી ખાંડ વગર.
થી શરૂ ₹170
3 ફ્લેવરખજૂર પાક
ખજૂર અને સૂકો મેવો, ઘીમાં ધીમે શેકેલો. બીજું કશું જ નહીં.
થી શરૂ ₹280
2 ફ્લેવરમસાલા પાક
દાદીમાનું શિયાળુ વસાણું — સૂંઠ, ગુંદર, ઘી અને ગોળ.
થી શરૂ ₹300
2 ફ્લેવરઅડદિયા પાક
કચ્છ-કાઠિયાવાડનું શિયાળુ ગૌરવ, ધીરજથી બનાવેલું.
થી શરૂ ₹320
2 ફ્લેવરગુજરાતી ઘરની દિવાળી
ગુજરાતમાં દિવાળી એટલે પાંચ દિવસનો તહેવાર — ધનતેરસ, કાળી ચૌદસ, લક્ષ્મીપૂજન, પછી બેસતું વર્ષ અને ભાઈબીજ. ઘરના ખૂણે ખૂણે સફાઈ થાય, આંગણે રંગોળી પુરાય, બારીએ દીવડા ઝગમગે, અને રસોડામાં દિવસો સુધી મઠિયા, ચોળાફળી, ઘૂઘરા ને મીઠાઈની તૈયારી ચાલે.
બેસતા વર્ષની મુલાકાતો
નવા વર્ષની સવારે "સાલ મુબારક" કહેવા વડીલો, સગાં અને પાડોશીઓને ત્યાં જવાનો રિવાજ છે, ને દરેક ઘરમાં મહેમાનો માટે મીઠાઈ-નાસ્તાની ડીશ તૈયાર જ હોય. આ દિવસોમાં એવી મીઠાઈ કામની જે અઠવાડિયું-બે અઠવાડિયું સરસ રહે અને પાંચમા મહેમાનને પણ એટલી જ તાજી લાગે.
DeshÉ ની મીઠાઈ
- નાનખટાઈ — ડબ્બામાં ભરી રાખવાની જૂની માનીતી બિસ્કિટ; ઈલાયચી, કેસર પિસ્તા, આટા-ગોળ અને ચોકલેટ ચિપ ફ્લેવરમાં.
- ખજૂર પાક અને પ્રોટીન બોલ — ખજૂરમાંથી બનેલા, ઉપરથી ખાંડ નહીં; ઓછી મીઠાશ ગમતા મહેમાનો માટે.
- મસાલા પાક અને અડદિયા પાક — દિવાળી આવે ત્યાં ગુલાબી ઠંડી શરૂ થાય, ને શિયાળુ પાક ઘરોમાં દેખાવા લાગે.
ભેટ માટેના વિચાર
પરિવાર માટે મિક્સ બોક્સ, પાડોશી અને ઘરના સ્ટાફ માટે નાના બોક્સ, અને ઓફિસ કે ક્લાયન્ટ ગિફ્ટિંગ માટે બલ્ક ઓર્ડર. કેટલા બોક્સ અને કઈ તારીખે જોઈએ એ લખીને ઇન્ક્વાયરી મોકલો — અમે તમારી તારીખ પ્રમાણે બેચ ગોઠવી આપીશું.
શક્ય હોય તો દિવાળીના બે-ત્રણ અઠવાડિયા પહેલાં. અમે ઘરે નાની બેચમાં બનાવીએ છીએ, એટલે છેલ્લું અઠવાડિયું ઝડપથી ભરાઈ જાય — જેટલું વહેલું જણાવો, એટલી તમારી તારીખ સાચવવી સહેલી.